એરોસ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત! રક્ષા મંત્રાલયે સ્વદેશી લડાકૂ વિમાનનો ફોટો શેર કર્યો

May 27, 2025

ભારત હવે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યુ છે. પછી તે કોરોના વેક્સિન હોય કે દુશ્મનોના દાંત ખાટા કરનાર યુદ્ધ હથિયારો. ઓપરેશન સિંદૂરની સફળતામાં આપણે જોયુ જ છે દેશમાં બનેલા હથિયારો અને ફાઇટર પ્લેન દ્વારા દ્વારા આપણે દુશ્મનોના મનસૂબા કેવી રીતે ધ્વસ્ત કર્યા. કેવી રીતે આતંકીઓનો ખાત્મો બોલાવ્યો. ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ઉદ્યોગ ભાગીદારી દ્વારા આ કાર્યક્રમનો અમલ કરવા માટે તૈયાર છે. એક્ઝિક્યુશન મોડેલ અભિગમ ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેને સ્પર્ધાત્મક ધોરણે સમાન તકો પૂરી પાડે છે. 

તેઓ સ્વતંત્ર રીતે અથવા સંયુક્ત સાહસ તરીકે અથવા કન્સોર્ટિયા તરીકે બોલી લગાવી શકે છે. એન્ટિટી/બિડર એક ભારતીય કંપની હોવી જોઈએ જે દેશના કાયદા અને નિયમોનું પાલન કરે.એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી ટૂંક સમયમાં AMCA ડેવલપમેન્ટ ફેઝ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરશે.