શાહરુખે લોન્ચ કરી હ્યુન્ડાઇની EV આયનિક-5, મારુતિએ ઇથેનોલથી ચાલનારી વેગન-R લોન્ચ કરી

January 11, 2023

ઓટો એક્સપો 2023 ગ્રેટર નોઈડામાં ગોલ્ફ કોર્સની પાસે ઈન્ડિયા એક્સપો માર્ટમાં શરૂ થઇ ગયો છે. 16મી આવૃત્તિનું આયોજન 'ધ મોટર શો' નામથી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર મારુતિ છે. મારુતિએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ EVXનું લોન્ચ કરી છે.

શોના પહેલા દિવસે કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને હ્યુન્ડાઇની ઇલેક્ટ્રિક SUV આયનિક-5 લોન્ચ કરી છે. ભારતની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર્સની આ પ્રીમિયમ કારમાં 72.6 KwH બેટરી પેક છે. આ બેટરી 214BHPનો પાવર અને 350Nmનો ટોર્ક જનરેટ કરે છે. ફુલ ચાર્જ પર આ SUV 631 કિમીની રેન્જ આપે છે. 

કંપનીનું જણાવ્યું છે કે, આયનિક-5 ફક્ત 18 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે. આ માટે 350kW ડીસી ચાર્જરનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીએ કારની શરૂઆતી કિંમત 44.95 લાખ રૂપિયા રાખી છે, જેમાં વધારો થઇ શકે છે.

ઓટો એક્સપોમાં મારુતિ વેગન-Rનું ફ્લેક્સ ફ્યુઅલ પ્રોટોટાઇપ વર્ઝન લોન્ચ કર્યું છે. આ કાર E85 ઈંધણ પર ચાલી શકે છે. આ પ્રકારની ગાડીઓ 20% થી 85% સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચલાવવા માટે વિકસાવવામાં આવી છે.