રોહિત શર્માને ટ્રોલ કરનાર શમા મોહમ્મદના બદલાયા સૂર, કરવા લાગી ભરપેટ પ્રશંસા

March 05, 2025

રોહિત શર્માને મોટો જાડીઓ કહીને ટ્રોલ કરનાર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદના સૂર અચાનક બદલાઈ ગયા છે. તેણે હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીત પર કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે કહ્યું કે આજે હું ખૂબ જ ખુશ છું કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલ મેચ જીતી છે. હું વિરાટ કોહલીને 84 રન બનાવવા બદલ અભિનંદન આપું છું...હું ખૂબ જ ઉત્સાહિત છું અને ફાઈનલની રાહ જોઈ રહી છું. મને પૂરો વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ જ દેશ પરત ફરશે.

શમા મોહમ્મદે રોહિત શર્માને 'જાડીઓ' કહીને વિવાદ ઉભો કર્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પર સ્થૂળતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી ઉભા થયેલા વિવાદ વચ્ચે હવે કોંગ્રેસ નેતાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા બદલ ટીમ ઈન્ડિયા અને રોહિત શર્માને અભિનંદન આપી રહી છે. તેણે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે 84 રન બનાવવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તે ફાઈનલની રાહ જોઈ રહી છે.