સુરતની કોલેજમાં બની કાળજું કંપાવી દે તેવી ઘટના : સ્પીચ આપતાં આપતાં 24 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત
November 17, 2025
રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકના વધી રહેલા ચિંતાજનક કિસ્સાઓ વચ્ચે સુરતમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરની કાપોદ્રા સ્થિત ધારૂકા કોલેજમાં 24 વર્ષીય યુવતીનું સ્પીચ આપતી વખતે જ હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના રાયપુર ખાતે આવેલ અકાશેઠની પોળ ખાતે રહેતા 24 વર્ષીય જીલબેન સુરેશભાઈ ઠક્કર કાપોદ્રા ખાતે આવેલી ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં મંચ ઉપર સ્પીચ આપતા હતા. દરમિયાન ચાલુ સ્પીચે તેઓ અચાનક પડી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા.તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તબીબે મરણ જાહેર કર્યા હતા.
આ બનાવની તપાસ કરી રહેલા કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે જીલબેન આઇટી કમ્પનીમાં કામ કરતા હતા અને આ કંપનીનું કેમ્પન ચાલી રહ્યું હતું. જેથી જીલબેન અમદાવાદથી સુરત આવ્યા હતા અને ધારુકાવાળા કોલેજમાં સેમિનારમાં સ્પીચ આપતા હતા ત્યારે ચાલુ સ્પીચે જ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે અને મોતનું સાચું કારણ જાણવા સેમ્પલો લેવામાં આવ્યા છે. હાલમાં હાર્ટ અટેકની શક્યતા લાગી રહી છે.જયારે તેમને એક મોટો ભાઈ છે.
સુરત સહિત ગુજરાતમાં અચાનક બેભાન થયા બાદ મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં રોજબરોજ એક થી બે વ્યક્તિઓ આ રીતે બેભાન થયા બાદ મોતની ભેટી રહ્યા છે. આ તમામ કેસમાં સેમ્પલ લેવામાં આવે છે અને હાર્ટ એટેકની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
Related Articles
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો આમનેસામને આવતા તંગદીલી
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ...
Jun 21, 2026
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહ...
Jun 20, 2026
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્...
Jun 19, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
21 June, 2026
21 June, 2026