કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા
August 06, 2025
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ગત મંગળવારે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ઘણા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની આશંકા છે. બીજી તરફ, કિન્નૌરમાં કિન્નર કૈલાશ યાત્રાના માર્ગ પર અચાનક પૂર આવતા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા.
આ ઘટના પછી તરત જ ITBP (Indo-Tibetan Border Police)એ બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે ઓછામાં ઓછા 413 લોકોને બચાવ્યા છે. આ પૂર તાંગલિંગ વિસ્તાર પાસે આવ્યું હતું, જેમાં ટ્રેકિંગના રસ્તાનો એક મોટો ભાગ તણાઈ ગયો હતો.
ITBP, ટ્રાવર્સ ક્રોસિંગ ટેકનિકનો ઉપયોગ કરીને યાત્રાળુઓને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જઈ રહી છે. આ અભિયાનની સંપૂર્ણ જવાબદારી એક ગેઝેટેડ અધિકારીએ લીધી છે, જેમાં 4 સબઓર્ડિનેટ ઓફિસર્સ અને 29 અન્ય લોકોએ NDRF સાથે મળીને મદદ કરી. ઘટના બનતા જ ITBP અને NDRFની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. હાલ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026