નરોડામાં પુત્ર સાથે માતાએ કરેલા આપઘાતનો કેસ, પોલીસકર્મી પતિ સહિત સાસરિયાઓની ધરપકડ
December 08, 2024
અમદાવાદ : નરોડા વિસ્તારમાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા ખુલાસો થયો કે, સાસરીયા પક્ષ હેરાન કરતા હોવાથી મહિલાએ પુત્ર સાથે આત્મહત્યા કરી હતી. પુત્રવધુ માનસિક રીતે બિમાર હોવાની વાત સાસરીયાઓ ઉપજાવી કાઢી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે નરોડા પોલીસે મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નરોડના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબહેન વાણીયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. વિરાજબહેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મહિલાને તેના સાસરિયાઓ હેરાન કરતા હતા અને તેના કારણે જ મહિલાએ આપઘાત કર્યો હતો. સાસરિયાપક્ષે એવી વાત ઉપજાવી કાઢી હતી કે તેમની પુત્રવધુ માનસિક રીતે અસ્થિર હતી અને એટલે આત્મહત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિવારજનો સહિત પડોશીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. મહિલાએ સાસરિયાના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની માહિતી મળતા, નરોડા પોલીસ દ્વારા મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી.
Related Articles
ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને મોકલાશે નોટિસ
ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈ...
Dec 16, 2025
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમા...
Dec 10, 2025
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત
ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડત...
Dec 09, 2025
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક...
Dec 08, 2025
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઇટ્સ રદ
અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવા...
Dec 08, 2025
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે': પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના
કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ...
Dec 07, 2025
Trending NEWS
16 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025
15 December, 2025
15 December, 2025
15 December, 2025
15 December, 2025