બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત
March 15, 2026
ગુજરાતમાં એક બેઠક પર પેટા ચૂંટણી
દિલ્હી : ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી, જેમાં 17.4 કરોડ મતદારો ભાગ લેશે, 2.19 લાખ જેટલા મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને 25 લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પહેલા 7 મેના રોજ, તમિલનાડુનો 10 મેના રોજ, આસામનો 20 મેના રોજ અને કેરલમનો 23 મેના રોજ સમાપ્ત થાય છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે 15 જૂનના રોજ સમાપ્ત થાય છે.
ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, 23 એપ્રિલના રોજ મતદાન તો 4 મેના રોજ પરિણામ જાહેર થશે.
- કયા રાજ્યમાં ક્યારે મતદાન અને મતગણતરી?
પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં મતદાન, 23 અને 29 એપ્રિલે મતદાન તો 4 મેના રોજ પરિણામ
- તમિલનાડુ: 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
- કેરલમ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
- આસામ: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
- પુડુચેરી: 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, 4 મેના રોજ પરિણામ
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026