ભૂપેશ બઘેલના ઘરની બહાર નીકળતા ED અધિકારીઓ પર સમર્થકોએ ફેંક્યા પથ્થરો
March 11, 2025

છત્તીસગઢના ભિલાઈ શહેરમાં EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના ઘરેથી અધિકારીઓ બહાર નીકળી રહ્યા હતા, તે સમયે ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ભૂપેશ બઘેલના ઘરે દરોડા પડવાને લઈને તેમના સમર્થકો વિરોધ કરતા જોવા મળ્યા હતા અને દરોડા બાદ જ્યારે ઈડીની ટીમ ઘરની બહાર આવવા લાગી, ત્યારે લોકોએ તેમના પર પથ્થમારો કર્યો છે.
EDના સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ એજન્સી આ કેસમાં FIR પણ દાખલ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED ટીમ પર ઈંટ અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED વાહનની આગળ અને પાછળ એક મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. બઘેલના નિવાસસ્થાનમાંથી એક અધિકારી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે EDના વાહન પર પથ્થરમારો થયો છે.
EDએ સોમવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો મની લોન્ડરિંગ કેસ સંબંધિત કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભિલાઈમાં ચૈતન્ય બઘેલના પરિસરમાં તેમજ રાજ્યમાં અન્ય કેટલાક વ્યક્તિઓ સાથે જોડાયેલ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય એજન્સીએ વહેલી સવારે ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા છે.
Related Articles
બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્રેનો અટકાવી માર્ગો પર ટાયર બાળ્યાં
બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્ર...
Jul 09, 2025
પીએમ મોદીને મળ્યું બ્રાઝિલનું 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' સર્વોચ્ચ સન્માન
પીએમ મોદીને મળ્યું બ્રાઝિલનું 'નેશનલ ઓર્...
Jul 09, 2025
ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાની ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી
ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટક...
Jul 09, 2025
પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત્સલા'નું અવસાન
પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત...
Jul 09, 2025
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્સફોર્મેશન પર કરાર
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્...
Jul 09, 2025
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઓફિસ બંધ રાખવાની ચીમકી
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્...
Jul 08, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025