સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ'
October 13, 2024
સુરત : સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો હતો. દશેરાના ભાષણ દરમિયાન દક્ષેશ માવાણીની જીભ લપસી ગઈ હતી અને તેઓએ અસત્ય પર સત્યનો વિજયના બદલે સત્ય પર અસત્યની વિજય થઈ તેવું બોલ્યા હતાં. મેયર દ્વારા આ બફાટ બાદ તે પોતે પણ હસવા લાગ્યા હતાં. મેયરે જાહેર કાર્યક્રમમમાં કહ્યું કે, 'આજે સત્ય પર અસત્યનો વિજય થયો હતો. ત્યારે બાજુમાંથી તેમને ટોકવામાં આવ્યા. માઇક બંધ કરી તેઓએ બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પછી તેમને ભાન થયું કે તે શું બોલી ગયાં. બાદમાં તેઓએ સુધારીને કહ્યું હતું કે, માફ કરજો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. રામચંદ્ર ભગવાને આ દિવસે રાવણનો વધ કર્યો હતો. મેયરના આ બફાટથી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતાં અને બાદમાં લોકોએ તેમની ઘણી ટીકા પણ કરી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ત્યાં પણ કોમેન્ટ કરી મેયરની ટીકા કરી રહ્યાં છે.
Related Articles
સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝનું રવિવારે ખાત મુર્હુત કરાશે
સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝ...
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના ધારાસભ્યની પત્નીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના...
Jun 24, 2023
Trending NEWS
અમેરિકામાં ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈયાર, 18 હજા...
13 December, 2024
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ...
13 December, 2024
બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી સહિત 1500...
13 December, 2024
'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડને પાર થઈ...
13 December, 2024
‘એક દેશ, એક ચૂંટણી’નો આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્...
13 December, 2024
છત્તીસગઢઃ દંતેવાડામાં નક્સલીઓ-સુરક્ષા દળો વચ્ચે અથ...
13 December, 2024
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિર...
12 December, 2024
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં...
12 December, 2024
અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત...
11 December, 2024
એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબ...
11 December, 2024
Dec 22, 2023