Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

મનાલીમાં ઝીપ લાઈનનો કેબલ તૂટવાથી બાળકી 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

June 16, 2025

નાગપુરથી મનાલી ફરવા માટે આવેલા એક પરિવાર સાથે ખુબ દુ:ખદ ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે નાગપુરમાં રહેતા પ્રફુલ્લ બિજવે પોતાની પત્ની અને બાળકી ત્રિશા સાથે ઉનાળાની રજાઓ માણવા મનાલી આવ્યા હતા. ગયા અઠવાડિયે 8 જૂનના રોજ રવિવારે આ બાળકી ઝિપ લાઈન સાથે લટકીને એક પહાડથી બીજા તરફ જઈ રહી હતી. આ વચ્ચે અચાનક ઝીપ લાઈનનો કેબલ તૂટી ગયો અને તેના પછી ત્રિશા 30 ફૂટ નીચે ઉંડી ખાઈમાં જઈને પડી હતી. તેના પગમાં ગંભીર રીતે વાગ્યું છે. 

આ ઘટના બાદ ત્રિશાને આનન-ફાનનમાં મનાલીમાં એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે, જ્યાં કોઈ રાહત ન મળવાને કારણે તેને ચંદીગઢમાં ભરતી કરવામાં આવી છે. આ પછી તેને નાગપુરની કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યાં ત્રિશાના પરિવારજનોએ ઝિપ લાઈન દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હવાના આરોપો લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે કોઈ મદદ મળી નથી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે.