દિલ્હીમાં DPS સહિત 2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
August 18, 2025
દિલ્હીમાં ફરી એકવાર સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. દ્વારકા સ્થિત ડીપીએસ સ્કૂલ સહિત અન્ય શાળાઓ તથા કોલજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મહત્વનું છે કે દિલ્હીમાં અગાઉ પણ અનેક શાળાઓને આવી ધમકીઓ મળી છે. જો કે તપાસ કર્યા બાદ તે ફેક જણાયા છે. દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારકાને સોમવારે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો કોલ આવ્યો છે. અન્ય સ્કૂલ અને કોલેજને પણ ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે.
હાલમાં સુરક્ષાના ભાગરૂપે સ્કૂલ પરિસર ખાલી કરાયુ છે. તપાસ અભિયાન ચાલી રહ્યું છે. બોમ્બની ધમકી મળ્યાની માહિતી મળતા પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ તથા ફાયરવિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. દિલ્હી ફાયર વિભાગએ આ જાણકારી આપી. 7.24 કલાકે કંટ્રોલ રૂમ પર બોમ્બની ધમકી મળી હોવાની માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જુલાઇમાં દિલ્હીની 20થી વધારે સ્કૂલોને ઇમેઇલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી.
શાળા ઉપરાંત દિલ્હીની આઇપી કોલેજ ફોર વિમેન, હિંદુ કોલેજ અને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સને પણ ઇમેઇલ દ્વારા ધમકીઓ મળી છે. જો કે તપાસ બાદ કશું મળી આવ્યું ન હતું, 18 જુલાઈના રોજ, દિલ્હી પોલીસે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે દ્વારકામાં સેન્ટ થોમસ સ્કૂલ, વસંત કુંજમાં વસંત વેલી સ્કૂલ, હૌઝ ખાસમાં મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, પશ્ચિમ વિહારમાં રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને લોધી એસ્ટેટમાં સરદાર પટેલ વિદ્યાલયને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 10 શાળાઓ અને એક કોલેજને આવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026