ટ્રમ્પની ફરી ધમકી, 'આગામી 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ'
August 05, 2025
ટ્રમ્પે આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફ વધારવાની ચોંકાવનારી ચીમકી આપી છે. હજી 1 ઓગસ્ટે જ ટ્રમ્પે ભારતની તમામ આયાતો પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'ભારત પર અમે 25 ટકા ટેરિફ લાદ્યો છે. પરંતુ હું વિચારી રહ્યો છું કે, આગામી 24 કલાકમાં આ ટેરિફમાં વધારો કરૂ.'
ટ્રમ્પે ગઈકાલે જ ભારતને ધમકી આપી હતી કે, ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હોવા છતાં તે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી કરી રહ્યો છે. રશિયા સાથેના વેપાર સંબંધો બદલ હું તેના પર વધુ પેનલ્ટી લાદીશ. અગાઉ 1 ઓગસ્ટે ટ્રમ્પે પ્રતિબંધો હોવા છતાં ભારતના રશિયા સાથેના વેપાર સંબંધો પર પ્રશ્નો ઉઠાવતાં 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. તેમજ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ પેનલ્ટી પણ લાદી હતી.
અમેરિકા સાથે ભારતના વધી રહેલાં તણાવ વચ્ચે નવી દિલ્હીએ વધારાના ટેરિફની ધમકીને "અયોગ્ય અને ગેરવાજબી" ગણાવી છે, ટ્રમ્પની આવી દબાણ યુક્તિઓને "ગેરકાયદેસર" ગણાવી હતી. તેમજ કોઈપણ દબાણમાં આવ્યા વિના ભારતના હિતોને ધ્યાનમાં રાખી નિર્ણયો લેશે.
રશિયાના દિમિત્રિ પેસ્કોવેના પ્રવક્તાએ ટ્રમ્પની ધમકીઓ પર નિવેદન આપ્યું હતું કે, સાર્વભોમત્વ ધરાવતા દેશોને પોતાના ટ્રેડિંગ પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે. રશિયા સાથે વેપાર સંબંધો ધરાવતા દેશો પર ટ્રમ્પ દબાણ કરી રહ્યા છે. વધુમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાખારોવાએ પણ જણાવ્યું હતું કે, અમેરિકા પોતાના ઘટી રહેલા વર્ચસ્વનો સ્વીકાર કરી શકતો નથી. તે વિશ્વમાં બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તરીકે ઉભરી આવી છે. તેમ છતાં અમેરિકા નિઓ-કોલોનિલિસ્ટ એજન્ડા ચલાવી રહ્યુ છે.
Related Articles
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવ...
Jul 05, 2026
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ ગાંધીની આગેવાનીમાં આંદોલન થશે
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ...
Jul 05, 2026
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળબંબાકાર, 15 ફ્લાઈટને અસર
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળ...
Jul 05, 2026
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVની તપાસ બાદ મંદિર સમિતિ એક્શનમાં
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVન...
Jul 05, 2026
ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષેક બેનરજીની મુશ્કેલી વધી
ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષ...
Jul 05, 2026
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026