ટ્રમ્પ નવો 'વસૂલી' વિભાગ બનાવશે, ભારત-કેનેડા-ચીન જેવા દેશો ટેન્શનમાં! ટૂંક સમયમાં થશે જાહેરાત
January 15, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પરંતુ શપથ પહેલા પણ ટ્રમ્પ એકદમ એક્ટીવ દેખાય છે. તેણે મેક્સિકો અને કેનેડા જેવા દેશો પર ટેરિફ લાદવાની પણ વાત કરી છે. તે ટેરિફ વધારવાને લઈને ખૂબ જ ગંભીર છે, જેના કારણે તેણે આ અંગે મોટી જાહેરાત કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે 20 જાન્યુઆરીએ એક્સટર્નલ રેવન્યુ સર્વિસ નામનો નવો સરકારી વિભાગ શરૂ કરશે. આ વિભાગનું કામ સમયસર વિદેશમાંથી થતી આવક અને લાદવામાં આવનાર ટેરિફની વસૂલાત કરવાનું રહેશે. આ વિભાગ હેઠળ, કસ્ટમ્સ, ટેરિફ અને વિદેશી સ્ત્રોતોમાંથી અન્ય કમાણી એકત્રિત કરવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે ભારત, કેનેડા, મેક્સિકો અને ચીન જેવા દેશો પર દબાણ લાવવા માટે આ વિભાગની રચના કરવામાં આવી રહી છે જેથી કરીને વેપાર અસંતુલન, સ્થળાંતર અને ડ્રગ સ્મગલિંગ જેવા મુદ્દાઓ ઉકેલી શકાય. આ સિવાય ટ્રમ્પ ચીન સહિત અન્ય ઘણા દેશોના ઉત્પાદનો પર પણ ટેક્સ વધારવા માગે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ ટૂંક સમયમાં અન્ય દેશોમાંથી આયાત થતા સામાન પર ટેરિફ વધારવાની જાહેરાત કરી શકે છે.
જણાવી દઈએ કે આ પહેલા ટ્રમ્પે ઈલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ની જવાબદારી આપી હતી. આ વિભાગનું કામ ઘણી જૂની નીતિઓ અને સમિતિઓને નાબૂદ કરવાનું અને સમગ્ર સંઘીય માળખામાં જરૂરી ફેરફારો કરવાનું રહેશે.
Related Articles
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જતા મોત
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્ર...
Nov 13, 2025
દિલ્હી જ નહીં 4 મોટા શહેરોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો હતો પ્લાન! તપાસ બાદ મોટો ખુલાસો
દિલ્હી જ નહીં 4 મોટા શહેરોમાં સિરિયલ બોમ...
Nov 13, 2025
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ શરૂ કરાઈ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ,...
Nov 12, 2025
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર અથડામણ, ટોપ કમાન્ડર સહિત 6 નકસલી ઠાર, મોટી સંખ્યામાં હથિયાર જપ્ત
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર અથડામણ, ટો...
Nov 12, 2025
અલ ફલાહ યુનિવર્સિટીની બિલ્ડીંગ નંબર 17માં 13 નંબરનો રુમ..જ્યાં ઘડાયું આતંકવાદી કાવતરુ
અલ ફલાહ યુનિવર્સિટીની બિલ્ડીંગ નંબર 17મ...
Nov 12, 2025
નોઈડાની હોસ્પિટલમાં નિર્માણાધીન દિવાલ થઈ ધરાશાયી, 7 કામદારો દટાયા
નોઈડાની હોસ્પિટલમાં નિર્માણાધીન દિવાલ થઈ...
Nov 12, 2025
Trending NEWS
12 November, 2025
12 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025