ટ્રમ્પની ગોળ ગોળ વાતો... પહેલા કહ્યું ભારતે ઝીરો ટેરિફની ઓફર કરી અને હવે કહ્યું - મને ડીલ અંગે....
May 17, 2025

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં ભારત સાથે કરેલા કરારને લઈને દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકાની ઝીરો ટેરિફની ઓફર આપી છે. પરંતુ, હવે તેમના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. એકવાર ફરી ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, મારે આ કરારને લઈને કોઈ ઉતાવળ નથી કરવી. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે, ‘ભારતે અમેરિકન વસ્તુઓ પર પણ ટેરિફ ખતમ કરવાની રજૂઆત કરી છે. ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક વ્યાપારિક જીત જણાવતા કહ્યું કે, તે વેપાર કરવાનું લગભગ અસંભવ બનાવી દે છે. શું તમે જાણો છો કે, તે અમેરિકા માટે પોતાના ટેરિફમાં 100% કાપ કરવા તૈયાર છે? પરંતુ, મને આ કરારની કોઈ ઉતાવળ નથી.’ જોકે, ભારતે અત્યાર સુધી પોતાના નિવેદનમાં ઝીરો ટેરિફની વાત નથી કરી. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પનો આ દાવો ખૂબ જ અસ્પષ્ટ લાગે છે. ઝીરો ટેરિફનો દાવો કર્યા છતાં ટ્રમ્પને આ કરારની ઉતાવળ નથી. તેમણે કહ્યું કે, ‘કોઈપણ કરારને ઔપચારિક રૂપ આપવાની ઉતાવળ નથી. પરંતુ, આ કરાર જલ્દી થશે. દરેક અમારી સાથે કરાર કરવા ઈચ્છે છે. બાકી દેશો સાથે પણ કરાર ખૂબ નજીકના સમયમાં કરવામાં આવશે.’
જોકે, ટ્રમ્પના નિવેદન બાદ ભારતનું નિવેદન પણ સામે આવ્યું છે. પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરી કે, અમેરિકા સાથે વ્યાપાર વાર્તા શરૂ છે, જટીલ છે અને હજુ સમાપ્ત નથી થઈ. ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપાર વાર્તા શરૂ છે. આ જટીલ ચર્ચા છે. જ્યાં સુધી બધું નક્કી ન થઈ જાય, ત્યાં સુધી કંઈ નક્કી નથી હોતું. કોઈપણ વ્યાપાર કરાર પરસ્પર લાભદાયી હોવો જોઈએ, તે બંને દેશો માટે કારગર હોવો જોઈએ. જ્યાં સુધી એવું ન થાય, ત્યાં સુધી તેના પર કોઈપણ નિર્ણય લેવો ઉતાવળ હશે. ટ્ર્મ્પની વ્યાપાર નીતિની વાત એવા સમયે ચર્ચામાં આવી છે, જ્યારે અમેરિકા પોતાની નાણાંકીય સ્થિતિને લઈને સવાલોનો સામનો કરી રહ્યું છે. મૂડીઝે યુએસમાં વધતા દેવા, વધતા વ્યાજ ખર્ચ, રાજકોષીય ખાધ અને રાજકીય અવ્યવસ્થાને ટાંકીને યુએસ સોવરેન ક્રેડિટ રેટિંગને તેના ટોચના સ્તર Aaa થી ઘટાડીને Aa1 કર્યું છે.

Related Articles
સિંગાપોર-હોંગકોંગમાં એક અઠવાડિયામાં કોરોના સંક્રમણમાં 28 ટકાનો વધારો, અમેરિકામાં પણ નોંધાયા કેસ
સિંગાપોર-હોંગકોંગમાં એક અઠવાડિયામાં કોરો...
May 17, 2025
આખરે પાકિસ્તાનના PM એ સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂર ખાન એર બેઝને થયું હતું નુકસાન
આખરે પાકિસ્તાનના PM એ સ્વીકાર્યું, ઓપરેશ...
May 17, 2025
હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા પડશે મોંઘા, ડોનાલ્ડ ટ્રમ્પ લાવ્યા નવો નિયમ
હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા પડશે મોંઘ...
May 17, 2025
અમેરિકામાં પ્રવાસીઓના દેશનિકાલ પર સુપ્રીમનો સ્ટે
અમેરિકામાં પ્રવાસીઓના દેશનિકાલ પર સુપ્રી...
May 17, 2025
ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલાઈ, વ્હાઇટ હાઉસે કરવી પડી સ્પષ્ટતા
ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલ...
May 16, 2025
ઈઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 93ના મોત, કાટમાળ નીચે અનેક દબાયા
ઈઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 93ના મોત, કા...
May 16, 2025
Trending NEWS

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના...
17 May, 2025

ISISના 2 આતંકીઓની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ, 3 લાખ...
17 May, 2025

વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી, કહ્યું,...
17 May, 2025