Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર

September 03, 2025

બનાસકાંઠાના થરાદ તાલુકામાં હિટ એન્ડ રનની એક દર્દનાક ઘટનામાં બે લોકોના મોત થયા છે. થરાદના માણકા-ભાલચી રોડ પર આ ઘટના બની હતી, જ્યાં એક બેફામ કાર ચાલકે રોડની સાઈડમાં ઉભેલા લોકોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદ તાલુકાના માણકા ગામ નજીક ભાલચી રોડ પર માણજી અસલ અને રાણાભાઈ ગણેશા નામના બે યુવકો રસ્તાની બાજુમાં ઉભા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકોને ગંભીર ઈજાઓ થઈ અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર કાર ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.