યુક્રેન પર તૂટી પડ્યું રશિયા, 500 ડ્રોન અને 20 મિસાઈલથી હુમલાનો દાવો
June 09, 2025

રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ગઈ કાલની રાત યુક્રેન માટે ખૂબ જ ભયાનક રહી હતી. જ્યારે રશિયાએ યુક્રેન પર 479 ડ્રોન અને 20 મિસાઈલો દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેની વાયુસેનાએ કહ્યું કે, આ હુમલામાં ખાસકરીને દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા યુક્રેને રશિયાની એરબસને નિશાન બનાવી હતી, અને ત્યાર બાદ કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.
યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે, તેમાથી 277 ડ્રોન અને 19 મિસાઈલોને હવામાં જ તોડીને નષ્ટ કરવામાં આવી હતી. યુક્રેનના દાવા મુજબ 10 ડ્રોન અને મિસાઈલો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા. હુમલામાં એક શખ્ય ઘાયલ થયો છે. જો કે,યુક્રેનના દાવાની કોઈ પણ રીતે પૂષ્ટિ કરવામાં આવી નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, પૂર્વ અને ઉત્તર - પૂર્વ મોર્ચો પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. જો કે તેમણે રશિયા દ્વારા થઈ રહેલા હુમલાથી થતાં નુકસાન અંગે વધુ માહિતી નહોતી આપી. યુક્રેનને તેના પશ્ચિમી સહયોગીથી, ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમની જરુરીયાત છે, પરંતુ અમેરિકાની નીતિને લઈને અનિશ્ચિતતાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
આ દરમિયાન રશિયાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે તેમના પ્રદેશના સાત ભાગમાં 49 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયાના વોરોનેઝ વિસ્તારમાં 25 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે ગેસ પાઈપલાઈનને નુકસાન પહોંચ્યું અને ત્યા આગ લાગી ગઈ હતી. બે યુક્રેનિયન ડ્રોન મોસ્કોથી 600 કિલોમીટર પૂર્વમાં સ્થિત રશિયન પ્રદેશ ચુવાશિયામાં ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો
Related Articles
અમેરિકાનો ઈરાની એટમી ઠેકાણા પર બોમ્બમારો:- ફોર્ડો સહિત 3 પરમાણુ ઠેકાણા નષ્ટ કર્યા
અમેરિકાનો ઈરાની એટમી ઠેકાણા પર બોમ્બમારો...
Jun 22, 2025
પરિસ્થિતિ કાબૂમાં નથી રહી : અમેરિકાના ઈરાન પર હુમલા બાદ UNને ચિંતા પેઠી
પરિસ્થિતિ કાબૂમાં નથી રહી : અમેરિકાના ઈર...
Jun 22, 2025
અમેરિકાએ B2 બોમ્બર વિમાન દ્વારા 'બંકર બસ્ટર' ઝીંકી ઈરાનમાં મચાવી તબાહી
અમેરિકાએ B2 બોમ્બર વિમાન દ્વારા 'બંકર બસ...
Jun 22, 2025
'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની સામે ચીનની ઈઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી
'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની...
Jun 21, 2025
ચીને પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથે ત્રિપક્ષીય બેઠક યોજી, ભારત માટે કેમ ચિંતાનો વિષય?
ચીને પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથે...
Jun 21, 2025
વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે પુતિનની ભારત સાથેના સંબંધો અંગે મોટી જાહેરાત, ઓઈલ-ગેસ પર ફોકસ
વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે પુતિનની ભારત સાથે...
Jun 21, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025