Breaking News :
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર

યુક્રેનના એજન્ટે રશિયન જનરલને મોસ્કોમાં ઘૂસી બોમ્બથી ઉડાવતાં ખળભળાટ

April 27, 2025

યુક્રેન : યુક્રેનના શહેરો પર ભીષણ હુમલા વચ્ચે રશિયાએ દાવો કર્યો કે, અમે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે મૉસ્કો પાસે અમારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીની હત્યામાં સામેલ હતો. રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ અનુસાર, આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો. જેનો ભયાનક હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. 
મળતી માહિતી મુજબ, કારમાં વિસ્ફોટક ઉપકરણ ભરીને પાર્ક કરવામાં આવી હતી. જેવા મેજર જનરલ યારોસ્લાવ મોસ્કાલિક ઘરથી બહાર નીકળ્યા, વિસ્ફોટકને યુક્રેનથી રિમોટ દ્વારા એક્ટિવ કરી દેવામાં આવ્યું. જ્યારે તે કારમાં સવાર હતાં, બોમ્બ ફાટ્યો અને કારના ચીથરા ઉડી ગયાં. મોસ્કાલિક રશિયન જનરલ સ્ટાફના મુખ્ય કામગીરી નિર્દેશાલયના ડેપ્યુટી ચીફ હતા.આ ભયાનક વિસ્ફોટમાં જનરલ મોસ્કાલિકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ઘટના બાલાશિખા વિસ્તારમાં બની હતી, જે મૉસ્કોના બહારના ભાગમાં સ્થિત છે. ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ ઇગ્નાટ કુઝિન (41) તરીકે થઈ છે, જેને રશિયાએ યુક્રેનના ગુપ્તચર એજન્સીનો કથિત એજન્ટ ગણાવ્યો છે. કુઝિનની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.