કેનેડામાં 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ 'આફત' લાવશે, દેશ છોડવાનો વારો આવશે?
December 02, 2024

કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રેશને લઈને સખ્ત જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓ સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. કેનેડામાં વર્ષ 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ ટેમ્પરરી રેસિડેન્ટ સમાપ્ત થવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે આ મુદત પૂર્ણ થયા બાદ મોટાભાગના ઈમિગ્રન્ટ્સ કેનેડા છોડી દેશે.
કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં આ માહિતી આપી હતી. આ 50 લાખ પરમિટોમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓ માટે છે જેઓ ટ્રુડો સરકારની તાજેતરની ઈમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે.
વર્ક પરમિટ સામાન્ય રીતે નવ મહિનાથી ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. આ ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટે જરૂરી કામનો અનુભવ મેળવવાની મંજૂરી આપે છે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે કહ્યું કે, 'કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી ઉલ્લંઘન કરનારાઓની તપાસ કરશે. તમામ અસ્થાયી સ્થળાંતર કરનારાઓને જવાની જરૂર રહેશે નહીં. કેટલાકને નવી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવશે.'
કેનેડાના ઈમિગ્રેશન વિભાગના આંકડા દર્શાવે છે કે મે 2023 સુધીમાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 3,96,235 પાસે 2023 ના અંત સુધીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હતી, જે 2018માં લગભગ ત્રણ ગણી સંખ્યા હતી. જો કે, લાખો વર્ક પરમિટ આગામી એક વર્ષમાં સમાપ્ત થવાની તૈયારીમાં છે અને વિદ્યાર્થીઓ કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે કાયમી રહેઠાણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અગાઉ કેનેડાએ પહેલાથી જ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટમાં 35 ટકા ઘટાડો કર્યો હતો. વધુમાં ટ્રુડો સરકાર 2025માં 10% વધુ ઘટાડો કરવાની યોજના બનાવી છે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025