'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી', ઓવૈસીના પ્રહાર

April 22, 2025

દેશના તમામ મુસ્લિમ સંગઠનો હાલમાં વકફ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી તેમના બે દિવસીય રાજકીય પ્રવાસ પર સાઉદી અરબ પહોંચ્યા છે. સાઉદી અરેબિયા પહોંચતા જ 21 તોપોની સલામી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વકફ કાયદા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન  AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને સાઉદી યાત્રા પર કટાક્ષ કર્યો હતો. મંગળવારે મંચ પરથી બોલતાં તેમણે કહ્યું કે, માશાલ્લાહ, પીએમ મોદી હવેસાઉદી અરેબિયા ગયા છે, ત્યાં મોહમ્મદ બિન સલમાનને 'યા હબીબી, યા હબીબી' બોલીને મળશે અને ભારતમાં આવીને કહેશે કે, તેમના કપડાં જોઈને ઓળખો.