ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામ, ટ્રમ્પે કરી જાહેરાત
April 16, 2026
મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. લેબેનોન અને ઈઝરાયલે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. અમેરિકન પ્રમુખે આ યુદ્ધવિરામની જાહેરાત કરતા કહ્યું છે કે, 'હમણાં જ મારી લેબેનોનના અત્યંત સન્માનિત પ્રમુખ જોસેફ આઉન અને ઇઝરાયલના વડાપ્રધાન બીબી નેતન્યાહૂની સાથે ખુબ જ સારી વાતચીત થઈ. આ બંને નેતાઓએ આ વાત પર સહમતિ દર્શાવી છે કે પોતાના દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસના યુદ્ધવિરામની શરૂઆત કરશે. અમેરિકન સમય અનુસાર, યુદ્ધવિરામ સાંજે 5 વાગ્યાથી (ભારતમાં 17 એપ્રિલના રોજ 2:30 વાગ્યે) લાગુ થઈ જશે.'
આ યુદ્ધવિરામની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલી હુમલામાં મૃત્યુ પામનારા લેબેનોન નાગરિકોની સંખ્યા 2196 થઈ ગઈ છે.
ટ્રમ્પે કહ્યું છે કે, 'મંગળવારે 34 વર્ષોમાં પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ અહીં વોશિંગ્ટન ડીસીમાં અમારા વિદેશ મંત્રી માર્કો રૂબિયોને મળ્યા. મેં જેડી વેન્સ અને રૂબિયોને જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના ચેરમેન સાથે મળીને ઈઝરાયલ અને લેબેનોનની સાથે કામ કરવાના નિર્દેશ આપ્યા છે, જેથી એક કાયમી શાંતિ સ્થાપિત કરી શકાય.
હું ઈઝરાયલના વડાપ્રધાન બીબી નેતન્યાહૂ અને લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ ઓનને વ્હાઈટ હાઉસમાં આમંત્રિત કરીશ. આ 1983 બાદથી ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પહેલી સાર્થક વાતચીત થશે. બંને પક્ષ શાંતિ ઈચ્છે છે અને મારું માનવું છે કે એવું થશે અને તે પણ ખુબ જલ્દી.'
Related Articles
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026