ગુજરાતમાં કોરોનાના 176 નવા કેસ, 11 દિવસમાં બીજું મોત નોંધાયું

March 21, 2023

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 176 નવા કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 69 દર્દીઓ કોરોના સામેની લડાઈમાં જીતીને ઘરે પહોંચ્યા છે.


ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. મૃતકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.


ગુજરાતમાં આજે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 90, અમરેલીમાં 3, ભરૂચમાં 1, ભાવનગરમાં 2, દાહોદમાં 1, દ્વારકામાં 1, ગાંધીનગર જિલ્લામાં 6, જામનગરમાં 2, જૂનાગઢમાં 1, ખેડામાં 2, મહેસાણામાં 16, નવસારી 3, પાટણ 1, પોરબંદર 3, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 18, સુરેન્દ્રનગરમાં 1 અને  વડોદરામાં 6 કેસ નોંધાયાં છે.