રાજકોટમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો, ભાજપ નેતા સહિત વધુ ચાર યુવાનોના મૃત્યુ

April 24, 2024

શિયાળામાં સામાન્ય રીતે હાર્ટ એટેકના બનાવો વધતા હોય છે તેમ તબીબી સૂત્રો કહે છે પરંતુ, ભેદી કારણોસર હવે તો બળબળતા ઉનાળામાં પણ હાર્ટ એટેકનો સિલસિલો જારી રહ્યો છે. રાજકોટમાં ગત બે દિવસમાં ચાર યુવાનોના હૃદય બંધ પડી જતા મોત નીપજ્યા છે. આ કેસો માત્ર પોલીસ ચોપડે જાહેર થયા તે છે. આ સિવાયના હૃદયરોગના અનેક કેસ નોંધાતા રહે છે. 

પોલીસ સૂત્રો અનુસાર, આજે (1) ભવાનીનગર શેરી નં.4, રામનાથ પરામાં રહેતા સંજય ભરતભાઈ પરમાર (ઉં.વ. 30) નામના યુવાન ગઈકાલે રાત્રિના સુતા બાદ સવારે જગાડતા તે બેભા હોય સિવિલમાં લાવતા મૃત્યુ પામેલe જાહેર કરાયા છે. મૃતક બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને દાણાપીઠમાં મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા આ યુવાનના મોત માટે અચાનક હાર્ટ એટેકનું કારણ એ ડિવિઝન પોલીસની તપાસમાં જણાયું છે.

(2) કિરણબેન ચંદ્રેશભાઈ રાજા (ઉં.વ. 46 રહે.સ્વામી વિવેકાનંદ ટાઉનશીપ, જીવરાજ પાર્ક) તેમના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.