મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રહેતી 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

January 21, 2025

મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દોએ જોર પકડ્યું છે. ત્યારે પોલીસ થાણે જિલ્લાના કલ્યાણ-ડોંબિવલી વિસ્તારમાં સતત દરોડા પાડી રહી છે. આ દરમિયાન સોમવારે કલ્યાણની મહાત્મા ફુલે પોલીસે ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલી મહિલાઓના નામ પરવીન શેખ, ખાદીજા શેખ અને રીમા સરદાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં રહેતી હતી.

મહાત્મા ફૂલે પોલીસને આ મહિલાઓના રહેઠાણ વિશે માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો અને ત્રણેય મહિલાઓને કસ્ટડીમાં લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય મહિલાઓ ઘણા વર્ષોથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહી હતી.

તેમની સામે ભારતીય દંડ સંહિતા અને વિદેશી નાગરિકતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાટે કહ્યું છે કે છત્રપતિ શિવાજીનગરમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઓળખવા માટે એક સર્વે કરવામાં આવશે.

\