બ્રાઝિલમાં કન્ટ્રોલ ગુમાવ્યા બાદ નાનું વિમાન ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા 3 લોકોના મોત
May 05, 2026
બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. સોમવારે એક નાનું વિમાન કન્ટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા 3 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે જોઈને લોકોને અમેરિકાના 9/11 હુમલાની યાદ આવી ગઈ હતી. રિપોર્ટ અનુસાર, વિમાન હવામાં ધીમે-ધીમે નીચે આવી રહ્યું હતું અને ઊંચી બિલ્ડિંગથી બચવા માટે ડાબી તરફ વળ્યું હતું, પરંતુ અંતે તે એક બિલ્ડિંગના સ્ટેયરવેલ સાથે ટકરાઈને પાર્કિંગમાં ખાબક્યું હતું.
આ ટક્કર બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા ઉડ્યા હતા અને લોકોમાં ભારે નાસભાગ તથા બૂમાબૂમ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિમાનમાં સવાર અન્ય 3 મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સદનસીબે, વિમાન બિલ્ડિંગના સીડીવાળા ભાગ સાથે ટકરાયું હોવાથી ફ્લેટની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો વિમાન સીધું ફ્લેટ સાથે ટકરાયું હોત તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોત. મિડલ ઈસ્ટ સંઘર્ષમાં હોર્મુઝમાં USના હુમલામાં 5ના મોતનો દાવો કરાયો છે અને UAE પર ડ્રોન એટેક બાદ બહેરીનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026