3 મોસ્ટવૉન્ટેડ ISIS આતંકીના મનસૂબા નાકામ, દિલ્હી પોલીસે સકંજો કસ્યો

October 02, 2023

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજધાની દિલ્હીમાંથી આઇએસઆઇએસ મોડ્યૂલના એક મોસ્ટ વોન્ટેડ આતંકી સહિત 3ની ધરપકડ કરી છે. આ આતંકીની ઓળખ મોહમ્મદ શાહનવાઝ ઉર્ફી શેફી ઉજ્જમાના રૂપે થઇ છે. પોલીસે શાહનવાઝની પૂછપરછ બાદ અન્ય લોકોને પણ હિરાસતમાં લઇને વધુ પૂછપરછ હાથ ધરી છે. થોડા સમય પહેલા પુણેની પોલીસ કસ્ટ઼ડીમાંથી ફરાર શહનવાઝને શોધવા દિલ્હી પોલીસ પ્રયાસો કરી રહી હતી.

દિલ્હી પોલીસે ISI મોડ્યુલના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આતંકીઓ તેમના નાપાક ઈરાદાઓને પાર પાડવાની યોજના બનાવી રહ્યા હતા. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા તરીકે થઈ છે. ]

પોલીસે મીડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં 3-4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ આતંકીઓને પકડવા માટે 3 લાખ રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. શાહનવાઝ વ્યવસાયે એન્જિનિયર છે. પૂણેથી ભાગી ગયા બાદ શાહનવાઝ દિલ્હીમાં પોતાનો અડ્ડો બનાવી રહ્યો હતો.