Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું

May 07, 2025

ભારતની ત્રણેય સેનાઓએ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઠેકાણાનો ખાતમો બોલાવી દીધો છે.  ભારતીય સેનાએ 7 મેની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એક સાથે અનેક હુમલાઓ કર્યા હતા. આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલો પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. સેનાની આ કાર્યવાહી બાદ દેશના અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ સેનાને સલામ કરી અને 'જય હિન્દ'ના નારા લગાવ્યા. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, આકાશ ચોપરા અને પ્રજ્ઞાન ઓઝા, સુરેશ રૈનાએ સેનાના વખાણ કર્યા છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવતીએ પણ સોશિયલ મીડિયા પર ઓપરેશન 'ઓપરેશન સિંદૂર'ની એક તસવીર શેર કરી, જેને સેનાએ જારી કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કાર્યવાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે આ હુમલામાં લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ કાર્યવાહીને 'સિંદૂર ઓપરેશન' નામ આપ્યું છે.