કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
July 31, 2026
દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના જુડો ખેલાડીઓએ ઈતિહાસ રચી દીધો છે. અસ્મિતા ડે અને હર્ષ સિંહે શાનદાર પ્રદર્શન કરીને એક જ દિવસમાં ભારતને જુડો રમત ક્ષેત્રે 2 ગોલ્ડ મેડલ અપાવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે જ કોમનવેલ્થ રમતોત્સવના 92 વર્ષના ઈતિહાસમાં ભારતનો જુડોમાં ગોલ્ડ મેડલનો લાંબો દુકાળ આખરે પૂરો થયો છે. મહિલાઓની Women's 48kg કેટેગરીની ફાઈનલમાં ત્રિપુરાની 23 વર્ષીય અસ્મિતા ડે (Asmita Dey)એ કેનેડાની હેઈડી ક્વેચને હરાવીને દેશને રમતોત્સવના ઈતિહાસનો પ્રથમ જુડો ગોલ્ડ અપાવ્યો હતો. શરૂઆતમાં પોઈન્ટ ગુમાવ્યા બાદ પણ અસ્મિતાએ હિંમત ન હારતા 4 મિનિટની રમતમાં સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ 'ગોલ્ડન સ્કોર' એટલે કે સડન-ડેથ ઓવરટાઈમમાં સચોટ દાવ લગાવીને તેણે આ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
દક્ષિણ ત્રિપુરાના બેલોનિયાની રહેવાસી અસ્મિતાનો પરિવાર અત્યંત સામાન્ય છે અને તેના પિતા સાયકલ મિકેનિક તરીકે કામ કરે છે. આર્થિક તંગી વચ્ચે એથલેટિક્સથી રમતગમતની શરૂઆત કરનાર અસ્મિતાને પાછળથી કોચે જુડો તરફ વાળી હતી. કેન્દ્રીય રમતગમત તાલીમ કેન્દ્ર (SAI) Bhopal ખાતે તાલીમ મેળવીને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. અસ્મિતાની સિદ્ધિના ગણતરીના સમયમાં જ પુરુષોની 60kg કેટેગરીમાં હર્ષ સિંહે (Harsh Singh) આક્રમક રમત બતાવીને ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને 10-0ના અંતરથી હરાવી દીધો હતો. હર્ષ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં જુડો ક્ષેત્રે ગોલ્ડ મેડલ જીતનાર દેશનો સૌપ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે. અગાઉ ભારતને કોમનવેલ્થ જુડો ઈવેન્ટ્સમાં માત્ર 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જ મળ્યા હતા, પરંતુ ક્યારેય ગોલ્ડ મળ્યો નહોતો. આ 'ડબલ ગોલ્ડ' સફળતા સાથે જ ભારત ગોલ્ડ મેડલની સંખ્યા 5 પર પહોંચાડીને મેડલ ટેલીમાં 8મા ક્રમે પહોંચી ગયું છે. અસ્મિતાએ પોતાની આ જીત બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'મેં દેશ માટે ગોલ્ડ જીતવા પૂરી તાકાત લગાવી દીધી હતી'
Related Articles
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ: ઈન્સ્ટા પર ભાવુક પોસ્ટ કરી જણાવ્યું કારણ
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન...
Sep 01, 2026
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મે...
Aug 25, 2026
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ પણ ટોપ 5ની લિસ્ટમાં સામેલ
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્...
Aug 22, 2026
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર વાપસી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતનો કૂદકો
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર...
Aug 19, 2026
Trending NEWS
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
05 September, 2026