JPSC પરીક્ષાઓ રદ કરવા સોરેન સરકાર તૈયાર, પરંતુ CBI તપાસનો ઇનકાર
August 09, 2026
રાંચી : ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ગડબડીઓને લઈને વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ ઉકેલાવાનું નામ નથી લઈ રહી. સરકાર અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે પાંચ કલાક સુધી ચાલેલી ત્રીજા તબક્કાની બેઠક પણ સંપૂર્ણ નિષ્ફળ રહી નથી. સરકારે કેટલીક માંગણીઓ સ્વીકારી લીધી છે, પરંતુ મુખ્ય માંગણીઓ પર સહમતી બની શકી નથી.
સરકારે જે માંગણી સ્વીકારી છે તે મુજબ 14મી JPSC PT (રેગ્યૂલર અને બેકલોગ) પરીક્ષા રદ કરવામાં આવશે. FRO પરીક્ષાની તપાસ થશે અને ગડબડી જણાશે તો રદ કરાશે. TDPL એજન્સી દ્વારા લેવાયેલી તમામ ભરતી પરીક્ષાઓની તપાસ થશે અને ગડબડી જણાશે તો પરીક્ષા રદ થશે.
JSSC CGL પરીક્ષાની ફરીથી તપાસ કરવામાં આવશે અને ગડબડી જણાશે તો કાર્યવાહી થશે. જો કે, CBI તપાસ પર સહમતી બની નથી, પરંતુ CID તપાસમાં નાણાકીય ગડબડ સામે આવશે તો ED તપાસ માટે સરકાર તૈયાર છે. સરકાર દ્વારા માત્ર અમુક પરીક્ષાઓ રદ કરવા અને અન્ય માંગો પર તપાસના આશ્વાસનથી વિદ્યાર્થીઓ અસંતુષ્ટ છે. જેથી વિદ્યાર્થીઓએ સોમવારે સવારે 10 વાગ્યે જૂની વિધાનસભાથી નવી વિધાનસભા સુધી રેલી કાઢવાની જાહેરાત કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રી હેમંત સોરેને નિવેદન આપતા જણાવ્યું છે કે, યુવાનોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. તેમણે ભરોસો આપ્યો હતો કે, દરેક સમસ્યાનો ઉકેલ મંત્રણાથી શક્ય છે, અને ગડબડી કરનારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026