BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
September 19, 2026
BCCI Awaits Sports Act Notification: સુપ્રીમ કોર્ટ દ્વારા 'નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ'ના દાયરામાંથી બીસીસીઆઈને બહાર રાખવા મુદ્દે કરાયેલા સવાલો બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાની નાણાકીય સ્વાયત્તતા અને તાકાત સામે રાખી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સંકુલમાં યોજાયેલી BCCIની 95મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ સત્તાવાર રીતે જણાવ્યું કે BCCI કોઈપણ સરકારી ગ્રાન્ટ કે સહાય પર નિર્ભર નથી, પરંતુ દર વર્ષે સરેરાશ ₹3,000 કરોડનો આવકવેરો ચૂકવીને સરકારી તિજોરીમાં મોટું યોગદાન આપે છે. એજીએમમાં આ આંકડા રજૂ થતાં તમામ સભ્યોએ તેને તાળીઓથી વધાવી લીધો હતો. સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન BCCI અને તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનો સામે સવાલ ઉઠાવ્યો હતો કે તેમને વર્ષ 2025માં પસાર થયેલા નવા 'નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ'ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ? સર્વોચ્ચ અદાલતે એવો પ્રશ્ન પણ કર્યો હતો કે ક્રિકેટ સંસ્થાઓના હોદ્દેદારોની સેવાની શરતો અને કાર્યકાળ નવા કાયદા હેઠળ કેમ શામેલ ન હોવા જોઈએ? આ મામલે બોર્ડનું વલણ સ્પષ્ટ કરતાં દેવજીત સૈકિયાએ ખુલાસો કર્યો હતો કે BCCI કાયદા કે નિયમોથી બચવાનો કોઈ પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે નવા સ્પોર્ટ્સ એક્ટ હેઠળ ક્રિકેટને હજુ સુધી સરકાર દ્વારા 'ડેઝિગ્નેટેડ સ્પોર્ટ' તરીકે સૂચિત કરવામાં આવ્યું નથી. સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવાની જવાબદારી સંબંધિત ઓથોરિટીની છે, અને સરકાર જેવું નોટિફિકેશન જારી કરશે કે તરત જ બોર્ડ તે નિયમો મુજબ તમામ યોગ્ય પગલાં ભરશે. બોર્ડ સેક્રેટરીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ સમગ્ર મુદ્દે BCCI પોતાનું વિગતવાર સ્પષ્ટીકરણ આગામી 27 ઓક્ટોબરે રજૂ કરશે, જ્યારે આ મામલાની આગામી સુનાવણી અદાલતમાં લિસ્ટ થશે. હાલ પૂરતો સમગ્ર મામલો નવા સ્પોર્ટ્સ એક્ટના સીધા અમલ કરતાં વધારે સરકારી નોટિફિકેશન અને નિયત પ્રક્રિયા પર ટકેલો છે.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પ...
05 October, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટ...
05 October, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે...
05 October, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા...
05 October, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ ક...
05 October, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને...
05 October, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ...
05 October, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભ...
05 October, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ...
04 October, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પો...
04 October, 2026