H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આપ્યો, ભારતીયોની નોકરી પર આફત, 1 લાખ ડૉલર ફી યથાવત્
September 19, 2026
ટ્રમ્પ પ્રશાસને 2025માં H-1B વિઝા માટે 1,00,000 ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો. અગાઉ આ ફી સામાન્ય રીતે 2000થી 5000 ડૉલરની વચ્ચે રહેતી હતી, તેથી 1 લાખ ડૉલરની આકમ ખૂબ જ મોટી વૃદ્ધિ દર્શાવે છે. આ આદેશ સપ્ટેમ્બર 2026માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે. જો કે, આ ફીને લઈને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે અને અગાઉ અમેરિકાની એક અદાલતે તેને ગેરકાયદે ગણાવતા સરકારને ફી વસૂલવાથી રોકી હતી. નવા આદેશમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલીક કંપનીઓ અને આઉટસોર્સિંગ ફર્મો H-1B વ્યવસ્થાનો દુરુપયોગ કરી રહી છે. વ્હાઇટ હાઉસના દાવા મુજબ, H-1B વિઝા ધારકોને સમાન કામ કરતા અમેરિકન કર્મચારીઓની તુલનામાં વાર્ષિક 9000થી 20,000 ડૉલર સુધીનું ઓછું વેતન આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 2022થી 2026 વચ્ચે ટેક સેક્ટરમાં 8 લાખથી 13 લાખ અમેરિકન કર્મચારીઓની છટણી થઈ છે જ્યારે કંપનીઓએ મોટી સંખ્યામાં H-1B કર્મચારીઓ માટે અરજી કરી છે. બીજી બાજુ, ઉદ્યોગ જગતનું માનવું છે કે અમેરિકામાં અનેક ક્ષેત્રોમાં કુશળ વિશેષજ્ઞોની અછત છે અને આ વિઝા કંપનીઓને જરૂરી પ્રતિભા મેળવવામાં મદદ કરે છે. પરંતુ આ મોંઘી ફી અને કડક નિયમોના કારણે વિદેશથી કર્મચારી લાવવાનું ખર્ચાળ બનશે, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે. આ પડકારોને જોતાં કેટલીક મોટી ટેક કંપનીઓ પહેલેથી જ ભારતમાં પોતાનું કામ વધારવાની દિશામાં આગળ વધી રહી છે.
Related Articles
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડેનમાર્ક સાથેની ડીલ અંગે ફોડ પાડ્યો
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડે...
Sep 19, 2026
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાતી બ્લાસ્ટ', 15 લોકોના મોત
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાત...
Sep 18, 2026
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો વિનાશ થશે!, ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનું રાજીનામું
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો...
Sep 15, 2026
હવે અંતરિક્ષમાં યુદ્ધની તૈયારી? અમેરિકાએ પૃથ્વીની કક્ષામાં તૈનાત કર્યા હથિયાર, રશિયા-ચીન એલર્ટ!
હવે અંતરિક્ષમાં યુદ્ધની તૈયારી? અમેરિકાએ...
Sep 15, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026