એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
September 19, 2026
એશિયાના સૌથી મોટા રમત મહોત્સવ એટલે કે 20મી એશિયન ગેમ્સનો શનિવારે જાપાનના આઈચી-નાગોયામાં રંગારંગ અને હાઈટેક ઓપનિંગ સેરેમની સાથે સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે જાપાનના સમ્રાટ નારુહિતોએ આ રમતોત્સવની સત્તાવાર શરૂઆત જાહેર કરી હતી. આ ભવ્ય પરેડ ઓફ નેશન્સ દરમિયાન ભારતીય દળની આગેવાની ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા નિશાનેબાજ મનુ ભાકર અને સ્ટાર કબડ્ડી પ્લેયર પવન સેહરાવતે હાથમાં તિરંગો લઈને કરી હતી.
ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમદ અલ થાની અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ કિર્સ્ટી કોવેન્ટ્રી તેમજ જાપાની શાહી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં સમ્રાટ નારુહિતોએ એશિયન ગેમ્સ 2026ને ખુલ્લી મૂકી હતી. 2 કલાક ચાલેલા આ સમારોહની શરૂઆત જાપાનના રાષ્ટ્રગીત અને ધ્વજવંદન સાથે થઈ હતી, જ્યાં જાપાની સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસના 9 જવાનો રાષ્ટ્રધ્વજ મંચ પર લાવ્યા હતા. આ સમારોહમાં ગેમ્સના સત્તાવાર મેસ્કોટ 'હોનોહોન'ની વિશેષ પ્રસ્તુતિ થઈ હતી. જાપાનીઝ ભાષામાં "જ્વાળા" માટે વપરાતા પ્રાચીન શબ્દ પરથી આ નામ લેવાયું છે, જે રમતવીરોના જુસ્સા, ઉર્જા અને સપના સાકાર કરવાની અંદરની આગનું પ્રતીક છે.
પેલોમા મિઝુહો સ્ટેડિયમમાં ભારતીય ત્રિરંગો લહેરાવતી વખતે પેરિસ ઓલિમ્પિક્સ 2024 માં 2 બ્રોન્ઝ મેડલ જીતનારી મનુ ભાકર ભાવુક નજરે પડી હતી. મનુ ભાકરે જણાવ્યું કે, આટલા મોટા વૈશ્વિક મંચ પર દેશના ધ્વજવાહક બનવું એ મારા માટે અત્યંત ગર્વ અને ભાવનાત્મક ક્ષણ છે. શૂટિંગના શરૂઆતી દિવસોથી લઈને આજ સુધી મળેલા સમર્થન માટે હું સૌની આભારી છું.
મનુ આ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, 25 મીટર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં ભાગ લેશે.
બીજી તરફ, કબડ્ડી ટીમનો સુકાની પવન સેહરાવત પણ પુરુષ ધ્વજવાહક તરીકે જોડાયો હતો. અગાઉ શોટ પુટર તજિન્દરપાલ સિંહ તૂરને આ જવાબદારી સોંપાઈ હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તેમને સમયસર સેરેમોનિયલ કિટ ન મળતાં છેલ્લી ઘડીએ પવન સેહરાવતને પસંદ કરાયો હતો. પવન 2022 હાંગઝોઉ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો હિસ્સો હતો.
Related Articles
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિલેક્ટર પદ છોડશે! AGMની લેટેસ્ટ અપડેટ
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિ...
Sep 19, 2026
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ: ઈન્સ્ટા પર ભાવુક પોસ્ટ કરી જણાવ્યું કારણ
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન...
Sep 01, 2026
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મે...
Aug 25, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026