'હમાસ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી સેના પાછી નહીં હટે' ઃ નેતન્યાહૂ
August 09, 2026
ન્યુ યોર્ક : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત 15-મુદ્દાના 'બોર્ડ ઓફ પીસ' (Board of Peace) પ્લાનને ફગાવી દીધો છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે શસ્ત્રો નહીં ફેંકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી પીછેહઠ કરશે નહીં. હમાસનો ખાતમો જરૂરી: નેતન્યાહૂએ ભારપૂર્વક કહ્યું કે, ઇઝરાયલ હમાસનો વાસ્તવિક અને સંપૂર્ણ અંત ઈચ્છે છે. માત્ર દેખાવ પૂરતું આતંકવાદી સંગઠનને નબળું પાડવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ: તેમણે ઉમેર્યું કે, આ મુદ્દે અમેરિકા સાથે ચર્ચા ચાલુ છે. ટ્રમ્પ વહીવટીતંત્રની કેટલીક યોજનાઓ સામે ઇઝરાયલને સંમતિ છે, જ્યારે કેટલીક શરતો સામે વાંધો છે.
અમેરિકાના નેતૃત્વ હેઠળના 'બોર્ડ ઓફ પીસ' ના ડિરેક્ટર નિકોલે મ્લાદેનોવ અને નેતન્યાહૂ વચ્ચેની બેઠક બાદ બોર્ડે પણ જણાવ્યું હતું કે, ગાઝામાંથી ઇઝરાયલી સેના ત્યારે જ પાછી હટશે, જ્યારે હમાસના તમામ શસ્ત્રો જપ્ત કરી લેવામાં આવશે.બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, યુદ્ધ વિરામ અને શાંતિ યોજના પર સફળતા મળી છે. જોકે, ગયા વર્ષે યુદ્ધ વિરામની સહમતી છતાં ગાઝામાં ઇઝરાયલી સૈન્ય કામગીરી ચાલુ રહી છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026