સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત
August 10, 2026
રિયાધ : સાઉદી અરબમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. સાઉદી અરબના રિયાધ સ્થિત મૂસા સનૈયા વિસ્તારમાં એક સોફા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ભીષણ આગમાં 16 બાંગ્લાદેશી શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. સોમવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરતા મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડો શોક અને સંવેદના વ્યક્ત કરી છે.
મંત્રાલયે રવિવારે બનેલી આ ઘટના અંગે એક સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ નુકસાનની આ મુશ્કેલ ઘડીમાં મૃતકોના પરિવારોને સંપૂર્ણ સહયોગ અને એકજૂથતાનું આશ્વાસન આપ્યું છે. તેમાં વધુમાં કહ્યું કે, તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે પોતાની ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી અને આ ભરપાઈ ન થઈ શકે તેવી ક્ષતિ તેમજ દુઃખની ઘડીમાં તેમની સાથે અડીખમ ઊભા રહેવાની ખાતરી આપી.
રિપોર્ટ્સ પ્રમાણે આ આગ સ્થાનિક સમય પ્રમાણે રવિવારે બપોરે આશરે 3:30 વાગ્યે રિયાધના ખોરદમ શહેરમાં આવેલી સોફા ફેક્ટરીમાં લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી.
મંત્રાલયે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ રિયાધ સ્થિત બાંગ્લાદેશી દૂતાવાસના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ પીડિતોની ઓળખ કરવા અને મૃતદેહોને સ્વદેશ મોકલવાની જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સાઉદી અધિકારીઓ સાથે સતત સંકલન કરી રહ્યા છે. દૂતાવાસ આ ઘટના અંગે વિગતવાર માહિતી મેળવવા અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવાનું પણ કામ કરી રહ્યું છે.
Related Articles
અમેરિકા ધાક ધમકી બંધ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝ નહીં ખોલીએઃ ઇરાન
અમેરિકા ધાક ધમકી બંધ નહીં કરે ત્યાં સુધી...
Aug 09, 2026
PoKમાં આંદોલન સામે શહબાઝ સરકાર બેકફૂટ પર, પ્રદર્શનકારીઓને મંત્રણાનું આમંત્રણ
PoKમાં આંદોલન સામે શહબાઝ સરકાર બેકફૂટ પર...
Aug 09, 2026
'હમાસ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી સેના પાછી નહીં હટે' ઃ નેતન્યાહૂ
'હમાસ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી સે...
Aug 09, 2026
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળા...
Aug 08, 2026
અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી
અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવ...
Aug 08, 2026
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટી અસર સંભવ
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટ...
Aug 07, 2026
Trending NEWS
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
09 August, 2026
08 August, 2026
08 August, 2026
08 August, 2026
08 August, 2026