કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ
August 10, 2026
ફ્લાઇટ રદ થવાના બનાવો કોઈ નવી વાત નથી, ઘણીવાર ખરાબ હવામાન અથવા ટેકનિકલ સમસ્યાઓને કારણે ફ્લાઇટ રદ થાય છે, પરંતુ કેનેડામાં એક નાના બાળકની જીદને કારણે આખી ફ્લાઇટ રદ કરવી પડી હતી. સિદ્ધીખબરના અહેવાલ મુજબ 08/10/2026 ના રોજ બનેલી આ ઘટના પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ સાથે સંબંધિત છે જ્યાં એક નાના બાળકે સીટબેલ્ટ પહેરવાનો ઇનકાર કર્યો હતો, જે જીદ બાળકની સલામતી સાથે જોડાયેલી હતી.
આ મામલો બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બન્યો હતો. ફ્લાઇટ વિક્ટોરિયાથી ટોરોન્ટો જવા રવાના થવાની હતી, પરંતુ ટેકઓફ પહેલા બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો. સમજાવવા છતાં બાળક જીદ પર અડગ રહ્યું હતું. અહેવાલો અનુસાર પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ પીડી444 ગુરુવારે રાત્રે 6 ઓગસ્ટે બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયાથી ટોરોન્ટો જવા રવાના થવાની હતી. એરલાઇને જણાવ્યું હતું કે વિમાન ટર્મિનલથી નીકળી ચૂક્યું હતું અને રનવે તરફ વધી રહ્યું હતું, તે દરમિયાન ક્રૂની નજર એક બાળક પર પડી જે પોતાની સીટ પર ઊભું હતું અને સીટબેલ્ટ બાંધવા તૈયાર નહોતું.
બાળકના માતા-પિતા અને ફ્લાઇટ ક્રૂએ બાળકને સુરક્ષિત રીતે બેસાડી સીટબેલ્ટ બાંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા. પોર્ટર એરલાઇન્સે જણાવ્યું હતું કે આ સંજોગોમાં ફ્લાઇટને ટેકઓફ માટે મંજૂરી આપી શકાતી નહોતી, બાળકને સુરક્ષિત રીતે સીટ પર બાંધવું જરૂરી હતું, તેથી ક્રૂએ ફ્લાઇટને ટર્મિનલ પર પાછી લાવવાનો woનિર્ણય લીધો હતો. એકવાર ફ્લાઇટ ટર્મિનલ પર પહોંચી ગઈ પછી બધા મુસાફરોને નીચે ઉતરવું પડ્યું હતું,
ત્યારબાદ બાળક અને તેના માતા-પિતાનો સામાન ઉતારવામાં, ફ્લાઇટનું ફરીથી શેડ્યૂલ કરવામાં અને જરૂરી કાગળકામ પૂર્ણ કરવામાં ખૂબ સમય લાગ્યો હતો. આ ઘટનાને કારણે બોર્ડ પર સવાર મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો અને તેમને વિક્ટોરિયામાં રાત વિતાવવાની ફરજ પડી હતી, ફ્લાઇટ આખરે રદ કરવામાં આવી હતી અને મુસાફરોને બીજા દિવસની ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા.
Related Articles
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત...
Oct 08, 2026
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026