'જવાબ તો આપવો જ પડશે...', પ્રયાગરાજમાં રાહુલના આકરા તેવર સાથે કેન્દ્ર સરકાર પર પ્રહારો
August 09, 2026
દિલ્હી ઃ દેશમાં પેપર લીક અને કથળતી જતી શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકારણ ફરી એકવાર ચરમસીમા પર પહોંચ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાંના મુદ્દા પર કેન્દ્ર સરકાર, ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખીને સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને શાંત થવા દેશે નહીં. રાહુલે X પર લખ્યું, 'હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી', ગઈકાલે પ્રયાગરાજમાં એક વિદ્યાર્થીએ મને આ જ કહ્યું. વર્ષોની તૈયારી, ઘરની જમીન વેચી, માતા-પિતાનું દેવું અને છતાં હાથમાં કંઈ નહીં. આ હાર તેની નથી. આ એ વ્યવસ્થાની હાર છે, જેણે તેની મહેનતનું મૂલ્ય આપવાનો ઇનકાર કરી દીધો.'
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું આ દર્દ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ સમગ્ર દેશના લાખો યુવાનોનું છે, જેઓ વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં પેપર લીક અને વહીવટી બેદરકારીનો ભોગ બની રહ્યા છે. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી પર નિશાન સાધ્યું. રાહુલે આરોપ લગાવ્યો કે, આટલા ગંભીર સંકટ છતાં સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કે, નિવેદન આવ્યું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સંવેદનશીલ મુદ્દા પર 13 દિવસ વીતી ગયા હોવા છતાં ગૃહમંત્રી એક શબ્દ પણ નથી બોલ્યા.
રાહુલે વધુમાં કહ્યું કે, દિલ્હીના જંતર મંતરના રસ્તાઓ પર પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહેલા વિદ્યાર્થીઓ અને બાળકો પર લાઠીઓ વરસાવવામાં આવી, અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ સરકાર મૌન રહી. રાહુલ ગાંધીએ કહ્યું, 'ગૃહમંત્રી જી, એવું ન વિચારતા કે અમે જવાબ માંગવાનું બંધ કરી દેશું. આજે નહીં તો કાલે, આ ગુનાનો જવાબ તમારે આપવો જ પડશે. વિદ્યાર્થીઓ દેશની રોશની છે, અને હું તેમની પૂરી શક્તિ સાથે ઊભો છું.' સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી આગામી દિવસોમાં પેપર લીક, રાષ્ટ્રીય પરીક્ષાઓમાં ગડબડ અને યુવાનોના રોજગારના મુદ્દાને શાંત થવા દેશે નહીં. પક્ષના જાણકારોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓની આ માંગ અને શિક્ષણ નીતિને લઈને હવે આક્રમક ઝુંબેશ યોજવામાં આવશે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026