PoKમાં આંદોલન સામે શહબાઝ સરકાર બેકફૂટ પર, પ્રદર્શનકારીઓને મંત્રણાનું આમંત્રણ
August 09, 2026
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં છેલ્લા બે મહિનાથી ચાલતા વિરોધ પ્રદર્શન વચ્ચે શહબાઝ શરીફ સરકારનું વલણ નરમ પડ્યું છે. જે પ્રદર્શનકારીઓને પહેલા કાયદો અને વ્યવસ્થા માટે સવાલ ગણાવવામાં આવતા હતા, તેમને હવે સરકારે 'દેશભક્ત' ગણાવીને મંત્રણાનું આમંત્રણ આપ્યું છે.
શહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક ચૂંટણી સભા દરમિયાન જણાવ્યું હતું કે, જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) સાથે જોડાયેલા 99 ટકા લોકો 'દેશભક્ત' છે. જો PoKમાં તેમની પાર્ટી PML(N) બે-તૃતિયાંશ બહુમતીથી સરકાર બનાવશે, તો સૌથી પહેલા JAACના પ્રતિનિધિઓ સાથે બેસીને તેમની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ PML(N) નો દાવો હતો કે, પ્રદર્શનકારીઓ વચ્ચે પ્રતિબંધિત આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના લોકો સામેલ છે. પરંતુ હવે સરકારનું આ વલણ દર્શાવે છે કે, તેઓ PoK ના આક્રોશ સામે બેકફૂટ પર આવી ગયા છે.
PoK માં JAAC છેલ્લા બે મહિનાથી આંદોલન ચલાવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, વકીલો અને ટ્રાન્સપોર્ટર્સ સામેલ છે. તેમની મુખ્ય માંગણી 12 શરણાર્થી સીટોને નાબૂદ કરવાની છે, જેનો ઉપયોગ ઈચ્છિત સરકાર બનાવવા માટે થતો હોવાનો આરોપ છે. JAAC નો દાવો છે કે, જૂનના પ્રથમ સપ્તાહથી અત્યાર સુધીમાં 400 થી વધુ પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે, જ્યારે પાકિસ્તાન સરકાર આ આંકડાઓને ફગાવી રહી છે. આ હિંસક કાર્યવાહી પર સંયુક્ત રાષ્ટ્ર (UN) અને માનવાધિકાર સંગઠનોએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026