અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી
August 08, 2026
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ‘બર્થ ટૂરિઝમ’ એટલે કે અમેરિકી નાગરિકતા મેળવવાના હેતુથી અમેરિકામાં બાળકને જન્મ આપવા આવતી ગર્ભવતી મહિલાઓની પ્રથા સામે કડક કાર્યવાહી કરી છે. ટ્રમ્પે આ પ્રથા પર પ્રતિબંધ મૂકતા 2 નવા એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. નવા આદેશમાં વીઝા રદ કરવા, કાયમી પ્રવેશબંધી અને દેશનિકાલ સહિતની સજાત્મક જોગવાઈ કરવામાં આવી છે.
થોડા સમય પહેલાં અમેરિકન સુપ્રીમ કોર્ટે 14મા બંધારણીય સુધારા હેઠળ જન્મજાત નાગરિકતાને બંધારણીય અધિકાર ગણાવી ટ્રમ્પના અગાઉના પ્રયાસને ફગાવી દીધો હતો. ટ્રમ્પે આ નિર્ણયને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે હવે વિદેશી આતંકવાદી સંગઠનોના સભ્યો, વિદેશી સરકારના કર્મચારીઓ અને છેતરપિંડીથી નાગરિકતા મેળવનારા લોકોનાં બાળકોને આ અધિકારથી વંચિત રાખવા માટે નવો કાયદાકીય પાસો ફેંક્યો છે.
આંકડા મુજબ દર વર્ષે આશરે 22,000થી 26,000 બાળકોનો જન્મ ‘બર્થ ટૂરિઝમ’ હેઠળ થાય છે. નવા નિયમ મુજબ આ પ્રથાનો સહારો લેનારા લોકોને અમેરિકામાં કાયમી પ્રવેશબંધી કરવામાં આવશે અને તેમની પાસેના તમામ વર્તમાન વીઝા તાત્કાલિક રદ કરી દેવાશે. ભૂતકાળમાં ‘બર્થ ટૂરિઝમ’ દ્વારા નાગરિકતા મેળવીને અમેરિકામાં રહેતા લોકોને શોધી દેશનિકાલ કરવામાં આવશે. ગર્ભવતી મહિલાઓને અમેરિકા લાવવાનો ગેરકાયદે કારોબાર અને રૅકેટ ચલાવતી એજન્સીઓ તથા ઑપરેટર્સ સામે પણ આકરા કાયદાકીય પગલાં લેવાશે. બીજી તરફ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU)એ આ આદેશને ગેરબંધારણીય ગણાવી ફરી કોર્ટમાં પડકારવાની તૈયારી દર્શાવી છે. અમેરિકન ઇમિગ્રેશન નીતિ અને નાગરિકતાના ક્ષેત્રમાં આ સમગ્ર કાયદાકીય ઘટનાક્રમને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026