થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત
August 08, 2026
થાઈલેન્ડમાં શુક્રવારે 9મા ધોરણના વિદ્યાર્થીએ શાળામાં ગોળીબાર કરતાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સહિત 6 લોકોનાં મોત થયા હતા, જ્યારે 15 અન્ય લોકો ઘાયલ થયા હતા. ગોળીબાર બાદ વિદ્યાર્થીએ પોતાને પણ ગોળી મારી દીધી હતી અને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ રાજધાની બેંગકોક નજીક ડેબસિરિન નોન્થાબુરી સ્કૂલમાં આ ઘટના બની હતી. શાળાએ પહોંચતા પહેલાં વિદ્યાર્થીએ પોતાના ઘરે દાદા-દાદીની હત્યા કરી હતી અને તેમના મૃતદેહ બાદમાં ઘરમાંથી મળી આવ્યા હતા.
ગોળીબારમાં વપરાયેલી 9mm પિસ્તોલ વિદ્યાર્થીના દાદાની હતી, જેઓ વ્યવસાયે શિક્ષક હતા. પોલીસ હુમલા પાછળના હેતુની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન વિદ્યાર્થીને વિડીયો ગેમ્સ રમવાનો શોખ હોવાની માહિતી પણ સામે આવી છે. નાયબ ગૃહમંત્રી પોલાફી સુવાનચાવીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં આ બાબત બહાર આવી છે, જોકે અધિકારીઓએ હજુ સુધી ગેમિંગ અને હુમલા વચ્ચે કોઈ સીધો સંબંધ સ્થાપિત કર્યો નથી.
તપાસ મુજબ વિદ્યાર્થી તેના દાદા-દાદી સાથે રહેતો હતો. શાળાના એક શિક્ષકે જણાવ્યું હતું કે વિદ્યાર્થી શૈક્ષણિક રીતે નિપુણ હતો અને તેણે અગાઉ ક્યારેય આક્રમક વર્તન દર્શાવ્યું ન હતું. પોલીસ હવે આવા કઠોર કૃત્ય પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ગોળીબારનો અવાજ સંભળાતાં વિદ્યાર્થીઓ જીવ બચાવવા વર્ગખંડોમાં છુપાઈ ગયા હતા. થોડા સમય બાદ પોલીસે દરવાજા ખટખટાવી તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઘટનાને પગલે શાળામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને બહાર એકઠા થયેલા લોકો એકબીજાને દિલાસો આપતા જોવા મળ્યા હતા.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026