ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
August 05, 2026
આગામી વર્ષે રમાનારા 2027 વનડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર થઈ ગયુ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટૂર્નામેન્ટના ક્વૉલિફાયરની તારીખોની જાહેરાત કરી દીધી છે. 10 ટીમો વચ્ચે વર્ષ 2027ની ક્વૉલિફાયર 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ વચ્ચે રમાશે. તારીખોની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, ક્વૉલિફાયર મેચ ક્યાં રમાશે, એટલે કે, વેન્યૂને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આગામી વિશ્વકપ નવા ફોર્મેટમાં રમાશે, જેમાં 14 ટીમો ભાગ લેશે. ક્વૉલિફાયરમાં વિજેતા બનનારી ટીમ ડાયરેક્ટ 14 ટીમોના ગ્રુપમાં સ્થાન મેળવશે. ક્વૉલિફાયરમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે 'સુપર સિરીઝ' રમાશે, જે વિશ્વકપનો પહેલો રાઉન્ડ હશે. આ રાઉન્ડમાં વિજેતા બનનારી ટીમ ટોપ-12માં સ્થાન પાકું કરશે.
આ વખતનો વિશ્વકપ ત્રણ દેશોની યજમાનીમાં રમાશે, જેમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સામેલ છે. ટૂર્નામેન્ટની તમામ મેચો 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. જેમાં સૌથી વધુ 8 વેન્યૂ દક્ષિણ આફ્રિકાના હશે. બાકીના 3 વેન્યૂ ઝિમ્બાબ્વે અને 1 નામિબિયાનું હશે. વિશ્વકપ 04 ઓક્ટોબરથી 21 નવેમ્બર વચ્ચે રમાશે.
ક્વૉલિફાયરમાં 10 ટીમો સામેલ થશે, જેમાં 30 સપ્ટેમ્બર 2026 સુધી ODI રેન્કિંગમાં સૌથી નીચેની બે 'ફુલ મેમ્બર' ટીમો (યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને છોડીને), CWC લીગ 2 ની ટોપ ચાર ટીમો અને વર્લ્ડ કપ ક્વૉલિફાયર પ્લેઓફની ટોપ ચાર ટીમો ભાગ લેશે.
છેલ્લા એટલે કે, 2023ના વનડે વર્લ્ડ કપમાં પણ વેસ્ટ ઈન્ડિઝ ક્વૉલિફાયરમાંથી બહાર થઈ ગયું હતું. હવે ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ પર ક્વૉલિફાયર રમવાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ટીમ હાલમાં વનડે રેન્કિંગમાં 10મા સ્થાને છે. 30 સપ્ટેમ્બરની કટ ઓફ ડેટ પહેલા કેરેબિયન ટીમે માત્ર 2 વનડે રમવાની છે, જે ભારત સામે હશે. આ સિવાય અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી વનડે સિરીઝ પણ વેસ્ટ ઈન્ડિઝ પર અસર કરશે. જો આયર્લેન્ડ ઓછામાં ઓછું 4-1થી અથવા 5-0થી જીતે અને વેસ્ટ ઈન્ડિઝ પણ ભારત સામેની બંને વનડે જીતી લે, તો તેમની ટોપ-8માં પહોંચવાની આશા રહેશે.
Related Articles
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14...
Oct 12, 2026
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ...
Oct 12, 2026
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
Trending NEWS
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026