'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
May 07, 2025

ભારતની સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને PoKના 9 આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં 100થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં તેમણે પોતાના ત્રણ દેશની મુલાકાત હાલ મોકૂફ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની યાત્રા હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ ત્રણ યુરોપિયન દેશોમાં તેઓ અનેક દ્વિપક્ષીય વાર્તા અને બેઠકોમાં ભાગ લેવાના હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મહત્ત્વના સમયને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય સેના જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાને નિશાનો બનાવ્યો હતો, ત્યારે વડા પ્રધાન મોદી સતત આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ હુમલામાં ભારતીય થળસેના, નૌસેના અને વાયુસેનાની ત્રણ સેનાઓની સટીક હુમલો કરનારી હથિયાર પ્રણાલીનો ઉપયોગ કરાયો હતો. ભારત દ્વારા તમામ 9 ઠેકાણા પર સ્ટ્રાઇક સટીક અને સફળ રહી છે. પહલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટરૂપે કહ્યું હતું કે, આતંકીઓ અને તેમના આકાઓને એવી સજા મળશે જેની તેમણે કલ્પના પણ ન કરી હોય.'
Related Articles
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ, તમામ પક્ષોએ ભારતીય સેનાના વખાણ કર્યાં
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ,...
May 08, 2025
ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત
ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિક...
May 08, 2025
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂ...
May 07, 2025
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપર...
May 07, 2025
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારતીય સેનાનું મોટું ઓપરેશન
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારત...
May 07, 2025
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે : રાહુલ ગાંધી
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્...
May 07, 2025
Trending NEWS

વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38...
07 May, 2025

ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનીઓમાં ગુગલ પર સર્ચ...
07 May, 2025