અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે : રાહુલ ગાંધી
May 07, 2025

પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું, 'અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા પછી રાહુલ ગાંધીએ સેનાની પ્રશંસા કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, 'અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે.
રાહુલ ગાંધી પહેલા, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક અટલ રાષ્ટ્રીય નીતિ છે. તેમણે પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે, જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતની પ્રશંસા કરીએ છીએ.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી, કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સશસ્ત્ર દળો અને સરકાર સાથે ઉભી છે. તેમનું કહેવું છે કે એકતા એ સમયની જરૂરિયાત છે અને કોંગ્રેસ આપણા સશસ્ત્ર દળો સાથે ઉભી છે. ભૂતકાળમાં આપણા નેતાઓએ રસ્તો બતાવ્યો છે અને આપણા માટે રાષ્ટ્રીય હિત પ્રથમ છે.
Related Articles
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ, તમામ પક્ષોએ ભારતીય સેનાના વખાણ કર્યાં
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ,...
May 08, 2025
ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત
ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિક...
May 08, 2025
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત...
May 07, 2025
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂ...
May 07, 2025
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપર...
May 07, 2025
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારતીય સેનાનું મોટું ઓપરેશન
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારત...
May 07, 2025
Trending NEWS

07 May, 2025

07 May, 2025