ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનીઓમાં ગુગલ પર સર્ચ 'સિંદૂર'

May 07, 2025

ભારતીય સુરક્ષા દળોએ આજે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના ઠેકાણો નષ્ટ કર્યા. ભારતે ગઈકાલે રાત્રે આતંકવાદીઓના કુલ ૯ ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. જે નવ સ્થળોએ હુમલો થયો હતો તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. 

પાકિસ્તાનમાં બહાવલપુર, મુરિદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. ભારતે એરસ્ટ્રાઈક કર્યા બાદ ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાઇલટ્સ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા હતા. ભારતની સેનાએ આતંકવાદ સામે હાથ ધરેલ સર્જીકલ સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.

પહલગામ હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર ચાલુ રહ્યુ છે. ત્યારે પાકિસ્તાનના લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળ્યો છે. પાકિસ્તાનીઓ ગૂગલ પર ઓપરેશન સિંદૂર વિશે સર્ચ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂર, ઇન્ડિયા ઓપરેશન સિંદૂર, સિંદૂર એટેક, ઓપરેશન સિંદૂર શું છે જેવા શબ્દો સર્ચ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ત્યાંના લોકો સિંદૂરનો અર્થ જાણવા માટે ગુગલની મદદ લઈ રહ્યા છે. અત્યારે, ત્યાં સિંદૂર શું છે, સિંદૂરનો અર્થ વગેરે જેવા કીવર્ડ્સ સર્ચ કરવામાં આવી રહ્યા છે.