ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પ આરપારના મૂડમાં, 24 કલાકમાં લીધા 4 મોટા નિર્ણય, ચોતરફી ઘેરવાની તૈયારી
April 24, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું વર્ચસ્વ જમાવવા અને ઈરાનને આર્થિક તેમજ સૈન્ય રીતે ઘેરવા માટે ચાર મોટા નિર્ણયો લીધા છે. દુનિયાનો અંદાજે 20 ટકા ઓઇલ સપ્લાય આ માર્ગ પરથી થાય છે, જેના પર નિયંત્રણ મેળવીને ટ્રમ્પ ઈરાન પર દબાણ વધારી રહ્યા છે. ટ્રમ્પનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ઈરાન સાથે સંપૂર્ણ સમજૂતી ન થાય ત્યાં સુધી આ દબાણ ચાલુ રહેશે.
ઈરાને આ દરિયાઈ માર્ગ પર જે માઈન્સ પાથરી હતી, તેને સાફ કરવા માટે ટ્રમ્પે અમેરિકન નૌસેનાને આદેશ આપ્યો છે. હાલ અમેરિકન જહાજો ત્રણ ગણી ઝડપે આ માઈન્સ હટાવવાની કામગીરી કરી રહ્યા છે, જેથી આ રસ્તો અમેરિકાની શરતો પર ફરીથી ખુલ્લો કરી શકાય.
ટ્રમ્પે અમેરિકન સેનાને અત્યંત કડક સૂચના આપી છે કે જો કોઈ પણ ઈરાની બોટ હોર્મુઝમાં માઈન્સ પાથરતી જોવા મળે, તો તેને કોઈ પણ ખચકાટ વગર ગોળી મારીને નષ્ટ કરી દેવી. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા અગાઉ જહાજો પર કરવામાં આવેલા હુમલા બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાની બંદરો પર અમેરિકાએ જે નાકાબંધી કરી છે તેને ત્રણ ગણી મજબૂત કરવાનો આદેશ અપાયો છે. વધુ અમેરિકન યુદ્ધ જહાજો તહેનાત કરીને ઈરાનની ઓઇલ નિકાસ લગભગ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે ઈરાનને રોજના કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. બ્લોકેડની સાથે હવે અમેરિકા ઈરાનની ઓઇલ ઉત્પાદન ક્ષમતા પર પણ દબાણ વધારી રહ્યું છે. ટ્રમ્પનો લક્ષ્યાંક ઈરાનને ઓઇલ વેચીને કમાણી કરવાના તમામ રસ્તાઓ બંધ કરવાનો છે, જેથી આર્થિક રીતે નબળું પડીને ઈરાન સમજૂતી માટે મજબૂર થાય.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026