આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 300 કિલોમીટરમાં આવતા વિસ્તારોમાં સુનામીનું એલર્ટ

May 02, 2025

આર્જેન્ટિનામાં શુક્રવારે (2 મે) 7.4ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ દક્ષિણ આર્જેન્ટિનાના ઉશુઆઇયાથી 222 કિલોમીટર દક્ષિણમાં ડ્રેક પેસેજ (પાણીની અંદર) સ્થાનિક સમયાનુસાર બપોરે 1 વાગ્યે (ભારતીય સમયાનુસાર સાંજે 6:30 વાગ્યે) આવ્યો હતો. ભૂકંપની થોડી જ મિનિટો બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરી દેવાઈ. જેમાં લોકોને દરિયા કિનારાથી દૂર જવા અને ઉંચી જગ્યાઓ પર જવાની અપીલ કરાઈ.
અમેરિકન સુનામી ચેતવણી સિસ્ટમ તરફથી જાહેર કરાયેલા મેસેજમાં કહેવાયું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરમાં આવતા કિનારાઓ માટે ખતરનાક લહેરોની ચેતવણી જાહેર કરાઈ છે, જેમાં દક્ષિણ આર્જેન્ટિના અને ચિલી પણ સામેલ છે.