કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ, 31 મેના રોજ પુષ્કરની મુલાકાત

May 30, 2023

કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર PM મોદી અજમેર આવી રહ્યા છે, 9 વર્ષ બેમિસાલ કાર્યક્રમ હેઠળ જનસભાને સંબોધશે. PM નરેન્દ્ર મોદીની જનસભા આવતીકાલે એટલે કે બુધવારે અજમેરમાં યોજાવા જઈ રહી છે. આ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પંડાલ બનાવવામાં આવ્યો છે. જેમાં ભાજપ 2 થી 2.5 લાખ લોકોને એકત્ર કરવાનો દાવો કરી રહ્યું છે.

જાહેર સભામાં 42 વિધાનસભા ક્ષેત્રો અને 8 લોકસભા ક્ષેત્રોના 2 લાખથી વધુ લોકો ભાગ લેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આથી જાહેરસભાની તૈયારીઓ પણ વ્યાપક સ્તરે કરવામાં આવી રહી છે.

આ પહેલા 9 વર્ષ પૂર્ણ થવા મુદ્દે PM મોદીએ ટ્વીટ કર્યુ છે. આજે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કર્યા. દરેક નિર્ણય, દરેક પગલું લોકોના હીત માટે લેવાયા. વિકસીત ભારતના નિર્માણ માટે વધુને વધુ મહેનત કરતા રહીશું.