હોર્મુઝ સ્ટ્રેટમાં 92 ટકા ટ્રાફિક ઠપ, અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કર્યા
March 06, 2026
ન્યુ યોર્ક : હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા યુદ્ધના સંકટ વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠાને લઈને અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. ફાઈનાન્શિયલ ટાઇમ્સ (FT) ના રિપોર્ટ મુજબ, અમેરિકાની વીમા ક્ષમતામાં મોટું ગાબડું પડતા દરરોજનું 2 કરોડ બેરલ તેલ સપ્લાય થંભી ગયો છે. વૈશ્વિક તેલ સંકટ વધારે ગાઢ બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં 2 કરોડ બેરલ તેલનો પુરવઠો અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઉંચા કરી લેતા ઠપ થયો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 3 માર્ચના રોજ 'યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન' (DFC) ને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોનો વીમો લેવાનો આદેશ આપ્યો હતો. જેથી તેલનો સપ્લાય ચાલુ રહી શકે. જોકે, નવા અહેવાલ મુજબ DFC પાસે આ વીમા પોલિસીઓ અન્ડરરાઈટ કરવા માટે જરૂરી $352 બિલિયન સામે માત્ર $154 બિલિયન જ ઉપલબ્ધ છે. આમ, અમેરિકા અત્યારે આશરે $200 બિલિયન (અંદાજે 16 લાખ કરોડ રૂપિયા) ની ખેંચ અનુભવી રહ્યું છે. વીમાની અછત અને યુદ્ધના જોખમને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવરમાં 92% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. આ સાંકડા સમુદ્રી માર્ગેથી પસાર થતું દરરોજનું 20 મિલિયન (2 કરોડ) બેરલ કાચું તેલ અત્યારે અટકી ગયું છે. જો આ પુરવઠો લાંબો સમય અટવાયેલો રહેશે, તો વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભયાનક ઉછાળો આવી શકે છે.
Related Articles
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું!
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મો...
Jun 28, 2026
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં, શાળાઓ બંધ; હાઈવે તૂટ્યા
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલ...
Jun 27, 2026
અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહેરીન પર ભયંકર ડ્રોન એટેક
અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહ...
Jun 27, 2026
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતની ધરતી ધ્રુજી
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિ...
Jun 27, 2026
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયારી, મંત્રી બોલ્યા- અમારો દેશ 'પાકિસ્તાન' નથી
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયા...
Jun 26, 2026
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો, રશિયાનો 660 ડ્રોન તોડી પાડવાનો દાવો
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્...
Jun 26, 2026
Trending NEWS
27 June, 2026
27 June, 2026
27 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
25 June, 2026