Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં અચાનક લાગી આગ, તમામ મુસાફર સુરક્ષિત

November 12, 2024

ભરૂચ - ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરથી ભરૂચ આવતા સમયે બોરભાઠા નજીક મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી હતી. આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, ઘટના બનતા જ તાત્કાલિક તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક માહિતી અનુસાર, એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. બાદમાં ટ્રેનમાં હાજર કર્મચારીઓએ ભરૂચ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં આ પેસેન્જરોને અન્ય ડબ્બામાં બેસાડીને ટ્રેનને ભરૂચ તરફ રવાના કરાઈ હતી. જો કે, ઘટનાને લઈને રેલવેના ઉચ્ચ અધિકારી અને રેલવે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.