દક્ષિણ કોરિયાના જંગલોમાં ભયાનક આગ, હજારો મકાન ખાલી કરાવાયા
March 23, 2025
30 હેલિકોપ્ટર દ્વારા આગ ઓલવવાના પ્રયાસ
દક્ષિણ કોરિયા : અમેરિકા બાદ હવે દક્ષિણ કોરિયાના 20 જંગલોમાં ભયાનક આગ લાગી છે. દક્ષિણ-પૂર્વ કોરિયા દ્વીપકલ્પમાં આગ ફેલાતા હજારો મકાનો ખાલી કરાવાયા છે, જ્યારે 1500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અહેવાલો મુજબ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત હેલિકોપ્ટરનો પણ સહારો લેવા છે. આગ પર કાબુ મેળવવા માટે 30 હેલિકોપ્ટર તેમજ ફાયર બ્રિગેડના અનેક કર્મચારીઓ પ્રયાસ કરીરહ્યા છે.
ઘટનામાં ફાયર બ્રિગેડને બે કર્મચારીઓ સહિત 4 લોકોના મોત અને અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. સોશિયલ મીડિયા પર ભયાનક આગના અનેક વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં જંગલના અનેક વિસ્તારોમાં આગની જ્વાળાઓ તેમજ દૂર દૂર સુધી ધુમાળાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, સાન્ચેઓંગમાં લાગેલી આગ લગભગ 30 ટકા કાબુમાં આવી ગઈ છે.
દક્ષિણ કોરિયાના વિવિધ ભાગોમાં આગ ફેલાતા એકતરફ સ્થાનિક રહેવાસીઓની ચિંતા વધારી દીધી છે, તો બીજીતરફ ફાયર બ્રિગેડની ટીમ, પોલીસની ટીમ અને અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જોકે ભારે ધુમાડો અને તીવ્ર પવનના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની ગયો છે. દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં શુક્રવારે શરૂ થયેલી આગ આજે પણ કાબુમાં આવી શકી નથી. અત્યાર સુધીમાં 300થી વધુ એકર ક્ષેત્રમાં આગ ફેલાઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ફાયર બ્રિગેડના બે કર્મચારીઓના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 200થી વધુ લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થયા છે, જ્યારે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે
Related Articles
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ...
Jul 13, 2026
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈર...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026