દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત
October 05, 2025
વાહનવ્યવહાર ખોરવાયો, વૈકલ્પિક રસ્તો પણ બંધ
દાર્જિલિંગ ઃ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દાર્જિલિંગના દુધિયા વિસ્તારમાં બાલાસોન નદી પર આવેલો લોખંડનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે, જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં અન્ય અનેક લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ધરાશાયી થયેલો આ બ્રિજ સિલીગુડી અને મીરિક ને જોડતો એક મુખ્ય માર્ગ હતો. બ્રિજ તૂટી પડવાને કારણે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ સિક્કિમ થઈને જતો નેશનલ હાઈવે નંબર 717E પર પણ ભારે ભૂસ્ખલન થવાને કારણે ચક્કાજામ સર્જાયો છે. આ મુખ્ય માર્ગ બંધ થતાં મુસાફરી માટેનો વૈકલ્પિક રસ્તો પણ ઠપ થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે.
પેડોંગ અને રિષિખોલા વચ્ચે પણ ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે રસ્તાઓ પર કાટમાળ ધસી આવ્યો છે. તંત્રએ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે અને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કલિમપોંગ વિસ્તારમાં પણ સ્થિતિ અત્યંત નાજુક હોવાની માહિતી મળી રહી છે. હાલ તંત્ર યુદ્ધના ધોરણે રસ્તાઓ ખોલવા અને બચાવ કામગીરી પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યું છે.
Related Articles
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો
BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસન...
Nov 10, 2025
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુજરાતમાં હાઇઍલર્ટ
મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ, ગુ...
Nov 10, 2025
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત
દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 1...
Nov 10, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરોડ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ
હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાન...
Nov 10, 2025
Trending NEWS
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025