જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ સાથે લડીશું...', રાહુલ ગાંધી

December 03, 2023

મધ્ય પ્રદેશમાં ફરી ભાજપ સરકાર હશે. ત્યારે કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢને ગુમાવી દીધું છે. પરંતુ તેણે BRS પાર્ટીએ તેલંગાણાને છીનવી લીધું છે. અહીં KCR જીતની હેટ્રિક ન લગાવી શક્યા. ત્યારે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર પર કોંગ્રેસ નેતાના નિવેદનો સામે આવ્યા છે.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોની હાર પર લખ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના જનાદેશ અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. વિચારધારાની લડાઈ યથાવત્ રહેશે. તેલંગાણાના લોકોને મારો ખુબ આભાર. તમામ કાર્યકર્તાઓનો તેમની મહેનત અને સમર્થન માટે દિલથી આભાર.


કોંગ્રેસ પાર્ટીને માત્ર તેલંગાણામાં જીત મળતી દેખાઈ રહી છે. તેવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જીત માટે તેલંગાણાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ કે, હું લોકોને તેમને મળેલા જનાદેશ માટે આભાર વ્યક્ત કરું છું. હું તે તમામનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અમને મત આપ્યા. આ ત્રણ રાજ્યોમાં અમારું પ્રદર્શન નિઃસંદેહ નિરાશાજનક રહ્યું છે, પરંતુ દૃઢ સંકલ્પ સાથે, અમે ત્રણ રાજ્યોને ખુદને પુનર્નિમાણ અને પુનર્જીવિત કરવામાં પોતાના મજબૂત સંકલ્પની પુષ્ટિ કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટીએ આ ચારેય રાજ્યોમાં જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો. હું અમારા લાખો કાર્યકર્તાઓના પ્રયાસને સ્વીકાર કરું છું અને તેમની સરાહના કરું છું. અમે અસ્થાયી અસફળતાઓથી બહાર આવીશું અને INDIAની પાર્ટીઓ સાથે આગામી લોકસભા ચૂંટણી માટે ખુદને સમગ્ર રીતે તૈયાર કરીશું.